શિક્ષકો અને બાળકો માટે ઉપયોગી એપ્લિકેશન
નમસ્કાર મિત્રો, The teaching corner બ્લોગમાં આપનું સ્વાગત છે.આ બ્લોગનો મુખ્ય હેતુ શિક્ષકોની અધ્યાપન પ્રક્રિયા અને વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયાને સરળ, સચોટ અને પરિણામ લક્ષી બનાવવાનો છે.આ હેતુ સિદ્ધ કરવા ગૂગલ પ્લે સ્ટોરમાં શિક્ષણ માટે ઉપયોગી કેટલીક એપ્લિકેશન શોધીને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
FLN કાર્ય અંતર્ગત દરેક શાળામાં વાંચન, લેખન અને ગણનની પ્રક્રિયા ચાલતી હોય છે.તેમ છતાં શિક્ષકોને ધાર્યું પરિણામ મળતું નથી.આ પરિણામ મારા વર્ગમાં પણ મને જોવા મળ્યું હતું. આ સમસ્યા દૂર કરવા માટે મેં પ્લે સ્ટોરમાં ઘણી બધી એપ્લિકેશન સર્ચ કરી અને તેનો ઉપયોગ કર્યો હતો.જેમાંની એક એપ્લિકેશન થી મને ગણનની મુખ્ય ચાર ક્રિયાઓ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માં ખુબજ સુંદર પરિણામ જોવા મળ્યું હતું.આ એપ્લિકેશન નું નામ છે MATHS GAME. જે આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી, સ્માર્ટ ટીવીમાં સ્ક્રિન કાસ્ટ કરવું જેથી કરીને વર્ગના દરેક બાળકો જોઈ શકે. તમે મોબાઇલ વિદ્યાર્થીઓને આપીને પણ સ્વઅધ્યયન કરાવી શકો છો.
એપ્લિકેશન બનાવનાર RV AppStudio નો ખુબ ખુબ આભાર.
એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક ક્લિક કરો.👇
No comments:
Post a Comment