Tuesday 9 January 2024

Evalbee ( OMR Sheet Scanner )

પ્રસ્તાવના :-

NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબ યોગ્ય માર્ગદર્શન શાળા આપવામાં આવે છે. તેમ છતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં અપેક્ષિત પરિણામ લાવી શકતા નહતા. જેનું મુખ્ય કારણ હતું કે વિદ્યાર્થીઓ માર્ગદર્શન આપ્યા બાદ સીધાંજ પરીક્ષા ખંડ માં પરીક્ષા આપવા માટે જતા હતા. પરંતુ શાળા કક્ષાએ તેનું મૂલ્યાંકન કાર્ય કરવામાં આવતું નહતું. જેનું મુખ્ય કારણ એ હતું કે 180 ગુણનું પ્રશ્નપત્ર પ્રમાણે OMR શીટ બનાવી તેનું મૂલ્યાંકન કરવા માટે વધુ સમય અને શક્તિ નો વ્યવ છે.તો આ સમસ્યા ને દૂર કરવા માટે એક એપ્લિકેશન નો ઉપયોગ કર્યો. જેનું નામ ઇવલબી ( Evalbee ) છે.આ એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કાર્ય સરળ અને ઝડપી કરી શકાય છે.


ઉપયોગ :-

સૌ પ્રથમ આ એપ્લિકેશનને ગૂગલ પ્લેસ્ટોર માંથી ડાઉનલોડ કરી લોગીન કરવું.લોગીન થયા બાદ + નું બટન સિલેક્ટ કરી પરીક્ષા ક્રિએટ કરવી. જેમાં વિદ્યાર્થીઓના નામ રોલ નંબર , વિષય, પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોના ગુણ, પ્રશ્નપત્રના વિભાગ સેટ કરી OMR શીટ જનરેટ કરી,આન્સર કી સેટ કરવી. હવે OMR શીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને બાળકોને આપવી. ઓનલાઇન મોડેલ પેપરો ડાઉનલોડ કરી શાળાના સ્માર્ટ ટીવીમાં મુકવા. બાળકો આ પ્રશ્નપત્રમાં પ્રશ્નો જોઈએ OMR શીટ ભરશે.હવે જ્યારે વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં ઉત્તર આપી OMR શીટ આપે ત્યારે એપ્લિકેશનમાં સ્કેન ઓપ્શન સિલેક્ટ કરી મોબાઈલ કેમેરાની સામે શીટ મૂકી સ્કેન કરતા તરતજ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આવી જશે. તેમજ વિદ્યાર્થીઓએ OMR શીટ ભરવામાં જે ભૂલો કરી છે તે પણ જાણી શકાય છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરો :-Download




No comments:

Post a Comment

ધોરણ 8 વિજ્ઞાન PPT

 ધોરણ : 8         વિષય : વિજ્ઞાન એકમ 4 દહન અને જ્યોત